Posts: Junior Clerk
Advt. No. 12/2021-22
Exam Date: 29-01-2023
Call Letter Download Date: 16-01-2022, 01:00 pm to 29-01-2023, 11:00 am
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
જાહેરાત ક્રમાંક: ૧૨/૨૦૨૧-૨૨
સંવર્ગનું નામ: જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)
પરીક્ષાની તારીખ: તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)
પરીક્ષાનો સમય: સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦
કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
તા.૧૬-૦૧-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
તા.૨૯-૦૧-૨૦૨૩ સવારે ૧૧-૦૦ કલાક સુધી
(૧) ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
(ર) ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
(૩) જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૨૭-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
Notification: Click Here
Call Letters: Click Here
Updates on Telegram Channel: Click Here